ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. આ મહામારી સામે એક લડાઈ લડવામાં આવી રહી છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રવિવારે કહ્યું કે ભારત કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનો સામેનો કરવાના યુદ્ધમાં સારી સ્થિતિમાં છે અને દેશ પૂરી દૃઢતા અને જોશની સાથે આ બીમારી સામે લડશે.
અમિત શાહે CRPFના ‘All India Tree Plantation Campaign’માં ભાગ લીધા બાદ આ અંગેની વાત કહી હતી. ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, કેવી રીતે આપણા દેશમાં કોરોનાની સામે સૌથી સફળ લડાઈ લડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષાદળોના જવાનો સૌથી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેને કોઈ ઇન્કાર કરી શકે નહીં. આજે હું તેમને બધાને કોરોના વોરિયર્સને નમન કરું છું.
(File Pic)
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આજે ભારત દ્રઢ સંકલ્પની સાથે આતંકવાદીઓ અને કોરોના સંક્રમણથી લડી રહ્યું છે. ભારતની લડાઈમાં કોરોનાના યોદ્ધા અને બોર્ડર પર ઉભા જવાનોનું ઘણું મોટું યોગદાન છે. આપણા જવાનોએ આજે સાબિત કર્યું છે કે, તેમને માત્ર આંતક જ નહીં, પરંતુ લોકોના સહયોગથી કોરોનાથી પણ લડતા આવડે છે.