ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારત એક પછી એક ઘાતક હથિયારો ખરીદી રહ્યું છે. હવે ભારતીય સૈન્ય માટે અમેરિકા પાસેથી અત્યાધુનિક એવી સિગ SIG716 રાઈફલો મંગાવી પણ લીધી છે. આ રાઈફલોમાં 72,000 રાઈફલો તો ભારતને સોંપી દેવામાં આવી છે. ભારતે ફાસ્ટ ટ્રેક ખરીદી કાર્યક્રમ હેઠળ આ રાઈફલોની ખરીદી કરી છે.
(File Pic)
ભારતે આ તમામ રાઈફલો ઉત્તરી કમાંડ અને અન્ય સ્થળોએ સૈનિકોના ઉપયોગ માટે મોકલી આપી છે. નવી રાઈફલ્સમાં હાલમાં ભારતીય સ્માલ આર્મ્સ સીસ્ટમ 5.56x45mm રાઈફલો સાથે બદલાઈ પણ શકે છે. જેનો ઉપયોગ અત્યાર સુધી સુરક્ષાદળ કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સશસ્ત્ર દળોને મળેલી આર્થિક તાકાતને અંતર્ગત ભારત હજી વધારે આ જ પ્રકારની 72,000 રાઈફલોનો ઓર્ડર આપવા જઈ રહ્યું છે.
(File Pic)
ભારતીય સેનાને પોતાના આતંક વિરોધી અભિયાનોને વધારવા માટે સોગ સોયર અસોલ્ટ રાઈફલોનો પહેલો જથ્થો મળ્યો હતો. ભારતે ફાસ્ટ ટ્રેક ખરીદી (એફટીપી) કાર્યક્રમ અંતર્ગત આ રાઈફલો ખરીદી હતી. નવી રાઈફલ્સને વર્તમાન ભારતીય સ્મોલ આર્મ્સ સિસ્ટમ 5.56x45mm રાઈફલોના સ્થાને રિપ્લેસ કરવામાં આવશે જેનો ઉપયોગ અત્યાર સુધીમાં ભારતીય સુરક્ષાબળો કરી રહ્યાં હતાં. આ રાઈફલો સ્થાનીક રૂપે આયુધ કારખાના બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહી હતી.