અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં રોડની સાઈડમાં એક આઈઈડી વિસ્ફોટમાં 6 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે આ હુમલામાં 7થી વધુ લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ આઈઈડી રસ્તા પરથી પસાર થનાર સૈન્ય ટુકડીને ટાર્ગેટ કરીને લગાવાયો હતો. જોકે એક મુસાફર ગાડી આ આઈઈડીની ઝપેટમાં આવી ગઈ અને વિસ્ફોટના કારણે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા.
મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં શનિવારે સાંજે રોડ પર થયેલા એક આઈઈડી વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે અને 7થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૈન્ય કાફલાને નિશાનો બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ રસ્તમાંથી પસાર થઈ રહેલી એક ગાડી ઝપેટમાં આવી ગઈ હતી.
(File Pic)
ગજનીના ગવર્નર પ્રવક્ત વાહિદુલ્લાહ જુમાજાદાએ જણાવ્યું છે કે, જગ્હાતુ જિલ્લાના દારા-એ-કિયાક વિસ્તારમાં રોડ પર થયેલા વિસ્ફોટમાં 6 નાગરિકોના મોત થઈ ગયા છે અને 7થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગયા અઠવાડિયામાં તાલિબાન હિંસમાં 23 નાગરિકોના મોત થયા અન 45 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તાલિબાને 16 પ્રાંતોમાં વીતેલા સાત દિવસોમાં 284 હુમલા કર્યા છે.