ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આજથી 4 દિવસ સુધી વરસાદ પડશે. રાજ્યમાં આજથી 15 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવત રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
(File Pic)
જ્યારે ગાંધીધામમાં સવા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ, તલાલામાં 2, જસદણમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હજી આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, નવસારી, વલસાડમાં મુખ્યત્વે આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
(File Pic)
હવામાન વિભાગની આગાહી મુજબ 14 જુલાઇનાં રોજ મંગળવારે આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શકયતા છે. આ 15 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.