સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે અમિતાભ બચ્ચનના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી હતી. આ પહેલા પણ 77 વર્ષીય અમિતાભ બચ્ચનને ઘણી વખત રુટીન ચેકઅપ માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યાની માહિતી સામે આવતા જ તેમના કરોડો ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે અને તેઓ તેમની તબિયત ઝડપથી સારી થાય તેવી કામના કરવા લાગ્યા છે.
આ ઉપરાંત દેશના જાણીતા કલાકારોની સાથે સાથે નેતાઓએ પણ તેમના સમાચાર અંગે માહિતી મેળવી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
મળતી માહિતી મુજબ, બોલિવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવાર સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. અભિતાભ બચ્ચનને હોસ્પિટલમાં કયા કારણસર ભરતી કરાવ્યાની તેની જાણકારી હાલમાં સામે આવી નથી.