સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલ બોલાચાલીનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યની જનતા પણ આ મહિલા મર્દાનીના સમર્થનમાં ખુલીને સામે આવી રહ્યા છે.
ટ્વિટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડિંગમાં આવતા રાષ્ટ્રીય સ્તરે આ મામલો ચર્ચાસ્પદ બની ગયો છે. મળતી માહિતી મુજબ, ગુરુવારની રાત્રે કરફ્યુના સમય દરમિયાન કારમાં માસ્ક વિના આવેલા પાંચ યુવાનોને અટકાવી તેમની મદદે આવેલા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સાથે મહિલા પોલીસકર્મી સુનિતા યાદવની ચકમક થઈ હતી.
કુમાર કાનાણીના પુત્ર અને તેના મિત્રોએ મહિલા પોલીસ કર્મીને 365 દિવસ ડ્યુટી કરાવી દઈશું તેમ કહી દુર્વ્યવહાર પણ કર્યો હતો. બાદમાં મહિલા પોલીસ કર્મીએ તેમની સાથે ઊંચા અવાજે વાત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
તેમજ મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો છે.
જેની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સુરતના પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ એસીપી એ ડિવિઝન સી.કે પટેલને સોંપવામાં આવી છે.
તંત્ર કાંઈ મંત્રી ના નોકર નથી કે મંત્રી ના દીકરા મન ફાવે એમ અડધી રાત્રે રેઢિયાર ઢોર ની જેમ રખડે અને એક પોલીસ ને 365 દિવસ ઉભા રાખી દેવા ની ધમકી ઓ આપે બરોબર જ કીધું તંત્ર કાંઈ મંત્રી ના દીકરા ના બાપ નું નોકર નથી ! Support #SunitaYadav well done. @dgpgujarat @CMOGuj pic.twitter.com/tf9e04q49p
— Mohit Kundariya (@KundariyaMohit) July 11, 2020