અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જાનમાલને ભારે નુકશાન થયુ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરુણાચલપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક ભાગોમાં ભેખડો ધસી પડવાની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત નિપજ્યા છે. પપુમ્પારે જિલ્લાના દોઇમુખ ગામમાં એક બાળકી સહિત એક જ પરિવાર 4 સભ્યો ભેખડ નીચે દટાઇ ગયા હતા.
જ્યારે ઇટાનગર કોમ્પ્લેક્સમાં મોદિરિજો ગામમાં પણ ત્રણ લોકોનાં મોત ભેખડ ધસી પડતા થયા હોવાનું જાણવા મળ્યુ છે. ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. સિઆંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના પૂરમાં પરિવાર ફસાયો છે. જ્યારે એક બાળકી સહીત 8 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
અરુણાચલપ્રદેશની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માહિતી મેળવી હતી. તેમજ વડાપ્રધાન મોદીએ અરુણાચલપ્રદેશમાં ભેખડ ધસી પડવાની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતું.
તેમણે કહ્યું કે, ભારે વરસાદના કારણે અરુણાચલપ્રદેશમાં ભૂસ્ખલનના કારણે અનેક લોકોના જીવ ગયા છે. મારી સહાનુભુતિ પીડિત પરિવારો સાથે છે. સાથે વડાપ્રધાને જણાવ્યુ હતું કે, અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અગાઉ મે મહિનામાં પણ દિબાંગ જિલ્લામાં ભેખડ ધસી પડવાની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા.
https://twitter.com/schintan19882/status/1281887679907368961?s=20