વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં સારી સફળતા મેળવી હોય તેવા અનેક દેશોની પ્રશંસા કરી છે. આ દેશોમાં ઈટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયાના નામનો સમાવેશ થાય છે.
(File Pic)
WHOએ મુંબઈની ધારાવીનો ઉલ્લેખ કરીને કોરોના વાયરસ સામેની લડાઈમાં જે કાર્યવાહી કરી છે તેની પ્રશંસા કરી હતી..મળતી માહિતી અનુસાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ-19નો ચેપ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંને સફળ મૉડલ તરીકે સ્વીકાર્યું છે.
(File Pic)
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી અંગે એપ્રિલ અને મે મહિનામાં કહેવામાં આવ્યું હતું કે અહીં ‘કોરોનાનો વિસ્ફોટ’ થઈ શકે છે. અચાનક વધી ગયેલા કેસને લઈને તંત્રની ચિંતા વધી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ પાંચ હજાર સ્વાસ્થ્યકર્મીઓની મહેનત દેખાવા લાગી હતી અને જૂન મહિનામાં ધારાવીમાં નવા કેસની સંખ્યા લગભગ કાબૂમાં આવી ગઈ હતી…ધારાવીમાં કોરોના કેસ વધી રહ્યાનું મુખ્ય કારણ ગીચ વસ્તી હતી.
અહીં આશરે 2.5 લાખ લોકો પ્રતિ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં રહે છે. એટલે કે અઢી સ્ક્વેર કિલોમીટરમાં આશરે સાતથી આઠ લાખ લોકો રહે છે. અહીં રહેતા મોટાભાગના લોકો મજૂરો છે..
(File Pic)
જોકે જે રીતે ધારાવીમાં ચેપને ફેલાતો રોકી લેવામાં આવ્યો છે તે આખા દેશ માટે મોટું ઉદાહરણ છે. મહત્વનું છે કે, ધારાવીમાં સંક્રમણ રોકવા માટે 4ટી ફોર્મ્યુલા લાગૂ કરવામાં આવી હતી. 4ટી એટલે ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ. આ 4ટી ફોર્મ્યુલાને કારણે આજે ધારાવીમાં કેસની સંખ્યા ઘટી છે. દર દિવસે ધારાવીમાં કોરોના સંક્રમણના કેસ એક આંકડામાં આવી ગયા છે..