ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
(File Pic)
ત્યારે 9 જુલાઈ સાંજથી 10 જુલાઈ સાંજ સુધીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 1623 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જે પૈકી 165 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 22745 થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 24 કલાકમાં 161 લોકોએ કોરોનાને માત આપી છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદમાં 17559 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 1513 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જ્યારે અત્યારે જિલ્લામાં 3673 કોરોનાના એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે, વહિવટી તંત્ર દ્વારા સક્રિયતા દાખવવામાં આવતા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.