આપે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો તેમના પગમાં કાળા રંગનો દોરો પહેરતા હોય છે. કાળા દોરાનું મહત્વ ખૂબ વધારે છે પણ કેટલાક લોકો જ હશે જેને તેના વિષે ખબર હશે.આમ તો આ પાછળ ઘણા કારણો છે પણ મોટાભાગે છોકરીઓ તેમના ડાબા પગમાં કાળો દોરો બાંધતી હોય છે. પણ કદાચ આપને આમ કરવા પાછળનું કારણ ખબર નહીં હોય.
આમ તો ઘણા લોકો ફેશન માટે પણ હવે કાળા રંગના દોરા પહેરતા થયા છે. પણ કાળા દોરાને પગમાં બાંધવાની પાછળ જ્યોતિષિ અને વૈજ્ઞાનિક કારણ પણ છે. આ સિવાય કાળા દોરાને વ્યવસાયમાં પ્રગતિ અને બરકત માટે પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો કોઈ માણસ મંગળવારના દિવસે તેમના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. આ ઉપરાંત આપણા દેશમાં આજના મોર્ડન જમાનામાં પણ નજર લાગવાથી બચવા માટે ઘણા ટોટકાનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આ બધા ટોટકાની વચ્ચે સૌથી વધારે કારગર હોય તો એ છે પગમાં કાળો દોરો બાંધવો.
(File Pic)
નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચી શકાય છે
કાળો દોરો પગમાં બાંધવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચી શકાય છે. એવું કરવાથી હંમેશા શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. એવી રીતે કાળો દોરાને પગમાં બાંધવા પાછળ જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ હોય છે.
(File Pic)
પેટમાં અને પગના દુ:ખાવામાંથી મળે છે રાહત
આપણે વડીલો પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કાં તો જોયુ પણ હશે કે તેઓ હંમેશા આવી સલાહ આપતા હોય છે.કે જો કાળા દોરાને છોકરીઓના ડાબા પગમાં બાંધવામાં આવે તો તેનાથી પગમાં દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત ઘણા લોકોને પેટમાં હંમેશા દુખાવાની ફરિયાદ રહેતી હોય છે તો તેવા લોકોને પગના અંગૂઠામાં કાળો દોરો બાંધવામાં આવે છે જેનાથી પેટના દુખાવામાંથી રાહત થાય છે.
(File Pic)
કાળા દોરા પાછળ વૈજ્ઞાનિક કારણ
કાળા દોરાને ડાબા પગની એડીના ઉપર બાંધવાની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ હોવાનું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની ખરાબ નજર જ્યારે કોઈના પર પડે છે ત્યારે કાળો દોરો તે નજરને ત્યાં જ ભંગ કરી દે છે અને તે વ્યક્તિની ખરાબ નજર તેને નથી લાગતી. તેમજ નકારાત્મક ઉર્જાને પ્રભાવિત થવા નથી દેતી.