કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવશે. લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. જોકે આ લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓમાં કોઇપણ પ્રકારનું વિધ્ન નહી આવે.
(File Pic)
કોરોનાને ધ્યાનમાં રાખતાં આ દરમિયાન તમામ ઓફિસ, બજાર, દુકાન, મંડી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. જ્યારે રેલવે અને ફ્લાઈટ સેવાનું સંચાલન પણ ચાલુ રહેશે. પરંતુ બસ સેવાઓ બંધ રહેશે.
(File Pic)
જ્યારે માલનું પરિવહન પણ કોરોનાના કારણે ચાલુ રહેશે.. આ દરમિયા યૂપીમાં સફાઇ તથા સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક કારખાના પણ ખુલ્લા રહેશે. પરંતુ શહેરી વિસ્તારોને છોડીને બંધ રહેશે. આ પ્રતિબંધોને ક્ડકાઇથી લાગૂ કરાવવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 32 હજાર નજીક પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 845થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી તેનાથી પ્રદેશમાંન 20 હજાર વધુ લોકો સાજા થયા છે.