વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને સીસીઈએની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 1 લાખ કરોડ રુપિયાની એગ્રી ઈન્ફ્રા ફંડને મંજૂરી આપવામાં આવી છે.
(File Pic)
જ્યારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે. તો ઉદ્યોગકારો અને કર્મચારીઓના ફાયદા માટે 24 ટકા ઈપીએફ મદદ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રી એલપીજી સિલીન્ડર વિત્તરણ કવાની યોજનાને પણ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવીછે.
(File Pic)
આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પણ ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યુ કે, ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
(File Pic)
આપને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના હિસ્સાના ભાગરુપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી. સરકાર આ યોજના અંતર્ગત કોરોનાની મહામારી વચ્ચે લોકોને ત્રણ મહિનાથી ફ્રી અનાજ વિતરણ કરી રહી છે, જે યોજનાને હવે નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.