સોશિયલ મીડિયા હાલ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈપણ વાતને કોઈ સુધી પહોંચાડવી ખૂબ જ સહેલી બની ગઈ છે. જોકે આ જ સોશિયલ મીડિયા પર યુઝર્સને જો કોઈ વાત પસંદ ન આવે તો તેને ટ્રોલ પણ કરી દેતા હોય છે. જાણીતી સેલિબ્રીટીઓ પણ યુઝર્સના ટ્રોલિંગના અવાર નવાર શિકાર થતા હોય છે.
ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ટ્વિટર પર ” #મને_ખબર_નથી ” ટ્રેન્ડ થઈ રહ્યુ છે. જી હાં છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની માંગણીઓને લઈને ટ્વિટર પર વિવિધ અભિયાન મારફતે સરકારને બાનમાં લેનાર ગુજરાતીઓના ધક્કે હવે રાજ્યના મુખ્યમંત્રી ચઢ્યા છે.
https://twitter.com/yuva_sangthan/status/1280445769707741185?s=20
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાલમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને લઈ સુરત શહેરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન પત્રકાર પરિષદ દરમિયાન પૂછાયેલ પ્રશ્નનો જવાબમાં તેમણે મને ખબર નથી કહ્યુ હતું.
મળતી માહિતી મુજબ, સુરતમાં શનિવારનાં રોજ સીએમ રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ કોરોનાનાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખી સુરતની મુલાકાતે ગયા હતાં તે સમયે કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશ્નર, અધિકારી, ધારાસભ્યો અને ડૉક્ટરો સાથે બેઠક યોજી હતી.
જેમાં એક પત્રકારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછેલા સવાલમાં તેઓએ જવાબ આપતા કહ્યું હતું કે, “મને ખબર નથી.
બસ ત્યારથી લઈ છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રીના આ જવાબને ગેરજવાબદાર નિવેદન માનવામાં આવી રહ્યુ છે અને ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે.
ટ્વિટર યુઝર્સની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ અંગે મુખ્યમંત્રી પર કટાક્ષ કરવામાં આવ્યા હતા.