રશિયામાં મોસ્કો નજીક આવેલ ઓરેખોવો-જુએવો શહેરમાં ફુટબોલના મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન અચાનક આકાશીય આફત આવી પડી. આકાશીય વીજળી એક 16 વર્ષીય ફુટબોલ ખેલાડી પર પડી હોવાનો વિડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં ફુટબોલર પર વીજળી પડતી જોવા મળી રહી છે.
(File Pic)
વીજળી પડતા 16 વર્ષીય ખેલાડી ઈવાન ફુટબોલ ગ્રાઉન્ડ પર જ બેભાન થઈને ઢળી પડ્યો. આ બનાવના પગલે મેદાનમાં હાજર અન્ય ખેલાડી તેમજ પ્રેક્ષક ત્યાં દોડી ગયા હતા.
(File Pic)
મળતી માહિતી મુજબ, રશિયાના મોસ્કો નજીક આવેલા ઓરેખોવો-જુએવો શહેરમાં ફુટબોલ મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન એક 16 વર્ષના ખેલાડી પર આકાશીય વીજળી ત્રાટકી હોવાની ઘટના સામે આવી હતી. 16 વર્ષીય ઈવાનને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો પરંતુ હાલમાં તે કોમામાં હોવાનુ જાણવા મળ્યુ છે. Daily Mailમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ ફુટબોલરની ગરદન પર વીજળી પડી હતી જેના કારણે તેના ગળાના ભાગે દાઝવાનું એક મોટું નિશાન પણ પડી ગયુ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે વીજળી પડ્યા બાદ પણ ઇવાન જ જીવતો રહ્યો તે ચમત્કાર જ છે. રીપોર્ટ મુજબ, ઇવાન ટીમમાં ગોલકીપર તરીકે રમે છે પરંતુ જ્યારે વીજળી પડી ત્યારે પેનલ્ટી શૂટ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લીક કરો..
https://www.youtube.com/watch?v=b0-ijyUDViU&feature=emb_title