કોરોના વાયરસ મહામારી ફેલાવાના કારણે ચાલુ વર્ષની અમરનાથ યાત્રા પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સ્થિત હિન્દુઓના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથ ગુફા-મંદિર માટે સુપ્રીમ કોર્ટે એક પેટા—મિતિની રચના કરી છે, જેનું અધ્યક્ષપદ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમે લીધું છે.
કોવિડ-19ના કારણે મર્યાદિત રીતે વાર્ષીક અમરનાથ યાત્રા યોજવી પડશે એવી નોંધ લઇ જમ્મુ-કાશ્મીરના વહીવટદારોએ આ અંગે જણાવ્યું હતું કે દરરોજ માત્ર 500 શ્રધ્ધાળુઓને જ બાય રોડ 2880 મીટર ઉંચા બાબા બરફાનીના દર્શન માટે મંજૂરી અપાશે. ઉપરાંત જે કોઇ વ્યક્તિ અમરનાથ યાત્રા કરવા ઇચ્છતી હોય તેને કોરોનાનો જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે તે પણ પાસ કરવો પડશે.
(File Pic)
તો આજથી એટલે કે રવિવારથી અમરનાથની વિશેષ પૂજાનું પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દૂરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. રવિવારે સવારે વિશેષ પૂજામાં જમ્મુ અને કાશ્મીરના LG જીસી મુર્મૂએ બાબા બર્ફાની પણ જોડાયા હતા.
‘આ વર્ષે ખુબજ મર્યાદિત સંખ્યામાં અમરનાથ યાત્રા કાઢવી પડશે કે જેથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સીસ્ટમ પર સખતાઇથી અમલ કરી શકાય. અમે જમ્મુથી દરરોજ માત્ર 500 શ્રધ્ધાળુઓને જ ઉપર જવા મંજૂરી આપીશું’એમ ચીફ સેક્રેટરી બીવીઈર સુબ્રમણ્યને આજે કહ્યું હતું. યાત્રા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા હતા.