ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ની ઉપર નોંધાઈ રહી છે. ત્યારે 2 જુલાઈ સાંજથી 3 જુલાઈ સાંજ સુધીમાં કોરોનાના નવા 687 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 34686 થઈ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 18 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1906 થયો છે. જ્યારે 24 કલાકમાં 340 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 24941 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ સુરતમાં 204-204 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 62, જુનાગઢમાં 26, ભાવનગરમાં 21 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 16, ખેડા-સુરેન્દ્રનગરમાં 14-14 કેસ નોંધાયા છે. પંચમહાલ-જામનગર-ભરુચમાં 13-13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 10, પાટણમાં 11, આણંદમાં 9, બનાસકાંઠામાં 8, મહિસાગરમાં 7 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 7839 એક્ટિવ કેસ છે. જેમાં 61 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 7778 સ્ટેબલ છે.