ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ની ઉપર નોંધાઈ રહી છે. ત્યારે 28 જુન સાંજથી 29 જુન સાંજ સુધીમાં કોરોનાના નવા 626 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 32023 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતમાં 24 કલાકમાં વધુ 19 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1828 થયો છે. જ્યારે 24 કલાકમાં 440 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 23248 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 206, વડોદરામાં 50 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત પાટણમાં 20, રાજકોટમાં 13, મહેસાણા-અમરેલીમાં 10-10 કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં 11, સુરેન્દ્રનગરમાં 9, ભરુચમાં 7, ખેડામાં 7, જામનગર-અરવલ્લીમાં 6-6 કેસ સામે આવ્યા છે. જ્યારે પંચમહાલ-ગીર સોમનાથ-જુનાગઢમાં3-3 કેસ નોંધાયા છે.જ્યારે ગાંધીનગર-કચ્છ-નવસારી-દેવભૂમિ દ્વારકામાં 2-2 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠા-સાબરકાંઠા-બોટાદ અને વલસાડમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 6947 એક્ટિવ કેસ છે. જેમાં 63 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6884 સ્ટેબલ છે.