ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યાનો આંકડો 600થી વધુ નોંધાયો છે. 27 જુનથી 28 જુન સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 624 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 391 દર્દીની તબિયતમાં સુધારો થયો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં નવા 624 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 31397 થઈ ગઈ છે..તો 24 કલાકમાં વધુ 19 દર્દીના કોરોનાથી મોત થયા રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1809 થયો છે.
જ્યારે અત્યાર સુધી કુલ 22808 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 182, વડોદરામાં 44 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત વલસાડમાં 36, ગાંધીનગર-પાટણમાં 11-11, રાજકોટ-કચ્છ-જુનાગઢ-સુરેન્દ્રનગર-અમરેલીમાં 10-10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર-મહેસાણામાં 8-8 કેસ સામે આવ્યા છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં કોરોના કેસની વાત કરીએ તો બનાસકાંઠા-ભરુચમાં 7-7 કેસ સામે આવ્યા છે જ્યારે ખેડામાં 6 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 6780 એક્ટિવ કેસ છે. જેમાં 71 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6709 સ્ટેબલ છે.