અમેરિકન સ્પેસ એજન્સી NASAના સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી-SDOએ એક અદભૂત વીડિયો શેર કર્યો છે. જે દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ પૂરા 10 વર્ષ સુધી સૂર્ય પર નજર રાખતો એક વીડિયો બનાવ્યો છે, જેમાં SDOએ મહત્વની માહિતી પણ ભેગી કરી છે.
વાયરલ વીડિયોમાં સૂર્યને લઇને શેર કરેલી મહત્વની અને અદભૂત જાણકારી સૌ કોઇને આશ્રર્યચકિત કરી રહી છે…મળતી માહિતી મુજબ, NASA એ સૂર્ય પર એક દશકા સુધી અભ્યાસ કર્યા પછી એક વીડિયો જાહેર કર્યો હતો.
NASA એ દાવો કર્યો હતો કે સૂર્ય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. સૂર્યમાં ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે. નાસાએ એક કલાકનો એક વીડિયો જારી કર્યો હતો. એ ડીકેડ ઓફ સન નામના આ વીડિયોના આધારે નાસાએ દાવો કર્યો હતો કે સૂર્યમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવી રહ્યો છે.2જી જૂન 2010થી 1લી જૂન 2020 દરમિયાન નાસાએ સૂર્ય પર ખાસ નજર રાખી હતી.
એક દાયકા દરમિયાન સૂર્યની દરેક હિલચાલ અને પરિવર્તન પર નજર રાખ્યા પછી નાસાએ કહ્યું હતું કે સૂર્યમાં ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે. NASAએ વીડિયો શેર કરતા કહ્યુ કે NASAએ સૂર્યના 10 વર્ષને 61 મિનિટના વીડિયો દ્વારા દર્શાવ્યા છે. આ સમય દરમિયાન દરેક કલાકે એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વીડિયોમાં એક સેકન્ડમાં એક દિવસ દેખાડવામાં આવ્યો છે.