યોગ હંમેશા રોગ માટે કારગત સાબિત થાય છે ત્યારે આ વખતે કોરોના જેવા માહામારીમાં તેનું વિશેષ મહત્વ બની ગયું છે. જેને ધ્યાનમાં રાખી છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર, શૂન્ય લિવિંગ સ્ટુડિયો અને વેલનેસના સહયોગથી ફિક્કી ફ્લોના સભ્યો માટે યોગ ઓનલાઇન સેશન યોજવામાં આવ્યુ હતું. જેમાં પ્રખ્યાત યોગના નિષ્ણાત અને ટ્રેનર શ્રી શશી કુમારની વિશેષ હાજરીમાં આ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓનલાઈન સેશનમાં યોગ શારીરિક અને માનસિક રીતે ઉત્સાહી રહેવાની મુખ્ય ચાવી છે તે બાબત જાણવા મળી હતી. સાથે રોજિંદા જીવનમાં યોગાસનનો ઉપયોગ, શ્વસન, ઉર્જા સુઘારે થે અને તમારા શરીરમાં એક નવું જોમ પુરવાનું, શરીરના અંદરના અવયવોને સુધારવાનું કામ કરે છે.
શ્રી શશી કુમારે – વૈશ્વિક યોગા નિષ્ણાત અને શુન્ય લિવિંગ સ્ટુડિયો અને વેલનેસના ટ્રેનરે જણાવ્યું હતું કે “યોગ તમારી દરેક સમસ્યાઓને નીચોવી નાખે છે અને સકારાત્મક ઉર્જાથી તમારા આત્મા અને શરીરમાં ભરે છે. યોગિક જીવનશૈલી એક શિસ્તબદ્ધ જીવનશૈલી છે, જો તમે જીવન શિસ્તબદ્ધ રીતે જીવી રહ્યા છો, તો તેનો અર્થ એ કે તમે તેને યોગિક રીતે જીવી રહ્યા છો. પોતાને સકારાત્મક અને ગતિશીલ બનાવવા માટે યોગ એક અભિગમ છે. ”
તરૂણા પટેલ- ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન જેમને જણાવ્યું કે, ફિક્કી ફ્લોના સભ્યો માટે આવા ઉમદા કાર્યક્રમોનું આયોજન કરવા માટે અમે હંમેશા તત્પર અને ઉત્સાહી હોઈએ છીએ. આ યોગ સભા તેમના યોગ કુશળતા સુધારવા માટે ઘણી કારગત સાબિત થઈ હતી આ સાથે તેમને દૈનિક યોગ કરવાના લાભ વિશે પણ સમજ મેળવી હતી. જેમાંથી કેટલાક તો પહેલાથી જ યોગ કરી રહ્યા છે જે ઘણી સારી વાત છે. યોગના 8 લિમ્બ છે જેમાં અંગ-યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહારા, ધરણા, ધ્યાન અને સમાધિ જેની વિશેષ અનુભૂતી આ સેશનમાં સભ્યોએ મેળવી હતી.
શૂન્ય લિવિંગ યોગ સ્ટુડિયો એન્ડ વેલનેસના ઉદ્યોગસાહસિક દિપ્તી શાહે જણાવ્યું હતું કે, “જો આપણે વિવેક અને ક્રોધને એક બાજુ રાખીએ તો નિમિત યોગાસન જીવનમાં લાભ અને સકારાત્મકતા લાવી શકે છે.”
ભારત વિશ્વના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો અગ્રેસર છે અને યુએન વિધાનસભામાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની દરખાસ્ત કરી હતી.
ફિક્કી ફ્લો વિશે:
ફ્લોની સ્થાપના 1983માં ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)ના એક વિભાગ તરીકે કરવામાં આવી હતી. જે ભારતમાં ઉદ્યોગ અને વાણિજ્યની સર્વોચ્ચ સંસ્થા છે. મહિલાઓ માટે અખિલ ભારતીય સંગઠન તરીકે ફ્લો પાસે 17 ચેપ્ટર પેન ઈન્ડિયા છે. જેમાં 8,000 સભ્યોની સદસ્યતા છે, નવી દિલ્હીમાં તેની મુખ્ય કચેરી આવેલી છે.