વેલિયન્ટ ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ભારતમાં ક્રિકેટ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે..જેમાં ગુજરાતના જાણીતા વેલિયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા પણ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે.
હાલ જ્યારે લદ્દાખ સરહદ પર ચીનના સૈનિકો દ્વારા ભારતીય જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. તેવી સ્થિતિમાં ગુજરાત સહિત દેશભરમાં ચીન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એટલુ જ નહીં લોકો ચાઈનીઝ પ્રોડક્ટથી લઈ ચાઈનીઝ એપ્લિકેશનનો જોર શોરથી વિરોધ કરી રહ્યા છે.
તેવામાં મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના વેલિયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરાએ પોતાના મોબાઈલમાં રહેલ હેલો એપ્લિકેશન સહિતની ચાઈનીઝ એપ્લિકેશન અનઈન્સ્ટોલ કરી દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેમણે હેલો એપથી પોતાનું વેરિફાઈડ એકાઉન્ટ ડીલીટી કરી દીધુ છે જેમાં તેમના 50 હજારથી પણ વધુ પ્રશંસકો હતા.
તેમણે પોતાના વેરિફાઈડ ફેસબુક પેજથી આ અંગેની માહિતી આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, તેમના માટે દેશ પ્રથમ છે અને તે દેશભક્તિ માટે સદાય તૈયાર છે અને હંમેશા રહેશે.
મહત્વનું છે કે, વેલિયન્ટ ક્રિકેટ ટીમ ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી પણ વધુ સમયથી ગ્રામીણ કક્ષાએ ક્રિકેટરોને પ્રમોટ કરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં ઘણી નાની-મોટી ટૂર્નામેન્ટો દ્વારા ગ્રામીણકક્ષાના ખેલાડીઓને વેલિયન્ટ ક્રિકેટ એ માર્ગદર્શન પુરુ પાડ્યુ છે.