ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 539 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 535 દર્દીની તબિયતમાં સુધારો થયો છે. ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 26737 થઈ ગઈ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1639 થયો છે.
જ્યારે અત્યાર સુધી કુલ 18702 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 306 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 103, વડોદરામાં 43 કેસ નોંધાયા છે. જ્યારે ભરુચમાં 12, ભાવનગરમાં 9, ગાંધીનગર-નર્મદામાં 8-8 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત જામનગરમાં 7, મહેસાણા-રાજકોટ-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલીમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા-અરવલ્લી-પાટણ-નવસારીમાં 3-3 કેસ નોંધાયા છે. તો મહિસાગર-ખેડા-વલસાડમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 6396 એક્ટિવ કેસ છે. જેમાં 66 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6330 સ્ટેબલ છે.