કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. હજુ સુધી તેની રસી કે દવા શોધાઈ નથી જેથી કોરોના વાયરસ સરળતાથી ખતમ થાય તેવી સંભાવના ન હોવાથી વિશ્વ માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ નાકની મદદથી મગજના ઓલફેક્ટ્રી બલ્બ સુધી પહોંચી શકે છે. આ મગજનો તે ભાગ છે જે શ્વાસને કન્ટ્રોલ કરે છે. જો મગજનો આ ભાગ ડેમેજ થઈ જાયતો કોરોનાના દર્દીનું મૃત્યુ થઈ શકે છે. આપણા મગજમાં જે ભાગ શ્વાસ લેવાની ક્ષમતાને કંટ્રોલ કરે છે, તે ભાગને કોરોનાવાઈરસનો ચેપ લાગી શકે છે. આ ભાગને રેસ્પિરેટ્રી સેન્ટર ઓફ બ્રેન કહેવાય છે.
આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી (IICB), કોલકાતાના સંશોધકોએ કર્યો છે. તેમનું કહેવું છે કે, નર્વસ સિસ્ટમના આ ભાગ પર નજર રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે કોરોના વાઈરસથી મૃત્યુનું જોખમ કેટલું વધારે છે. સંશોધકોનું કહેવું છે કે, કોરોના વાઈરસ નાકની મદદથી મગજના ઓલફૈક્ટ્રી બલ્બ સુધી પહોંચી શકે છે.
આ બ્રેનનો તે ભાગ છે, જે શ્વાસને કંટ્રોલ કરે છે. જો મગજનો આ ભાગ ડેમેજ થઇ જાય તો કોરોના દર્દીનું મૃત્યુ થઇ શકે છે. વધુમાં રિસર્ચરે કહ્યું કે, કોરોના દર્દીઓમાં અન્ય અંગ કરતાં ફેફસાં પર સૌથી વધારે અસર થાય છે. દર્દીઓમાં કોરોનાની અસર બ્રેનને પર પણ પ્રભાવિત કરી શકે છે. તેમનો દાવો છે કે, આ પ્રથમ રિપોર્ટ છે જે કોરોના અને મગજના શ્વાસ સાથેના કનેક્શન વિશે સમજાવે છે.