ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 540 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 26198 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 340 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1619 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 18167 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 312 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 93, વડોદરામાં 45 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 12, ગાંધીનગર-જામનગર-ભરુચમાં 9-9 કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં 8 કેસ નોંધાયા છે. તો અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, જુનાગઢમાં 4-નર્મદામાં 4 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત વલસાડમાં 3, ભાવનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દાહોદ-ખેડા—સુરેન્દ્રનગરમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છોટા ઉદેપુર-આણંદ-પંચમહાલ-મહિસાગર-બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 6412 એક્ટિવ કેસ છે. જેમાં 67 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6345 સ્ટેબલ છે.