ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 25658 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 389 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 31 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1592 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 17829 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 317 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 82, વડોદરામાં 43 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 11, ભરુચમાં 9 , જામનગરમાં 7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી-પાટણમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગમાં 4, બનાસકાંઠા-નવસારીમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા-પંચમહાલ-અમરેલીમાં 2-2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સુરેન્દ્રનગર-ખેડા-રાજકોટ-જુનાગઢ-નર્મદા અને મોરબીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 6239 એક્ટિવ કેસ છે. જેમાં 61 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6178 સ્ટેબલ છે.