કોલસા મંત્રાલય કોમર્શિયલ ખાણકામ માટે 41 કોલસા બ્લોકની હરાજી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટેના આહવાનને અનુલક્ષીને આ પહેલનો ઉદ્દેશ ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા આત્મનિર્ભરતા મેળવવા અને ઓદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.
મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 coal blocksની હરાજીની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આફત પર રડનારો દેશ નથી. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવવા માટે ગંભીર છે.
આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત થવાનો બોધપાઠ આપ્યો છે. આયાત પર નિર્ભરતા ઓછી કરીશું સાથે જ યુવાઓને રોજગારી આપીશું..
તેમણે કહ્યું કે, “હવે ભારતે કોલસા અને માઈનિંગના સેક્ટરને પ્રતિસ્પર્ધા, પૂંજી, ભાગીદારી અને ટેક્નોલોજી માટે સંપૂર્ણ રીતે ખોલવાનો ખુબ મોટો નિર્ણય લીધો છે. 2014 બાદ આ સ્થિતિને બદલવા માટે એક પછી એક પગલાં લેવાયા. જે કોલ લિન્કેજની વાત કોઈ વિચારી પણ શકતું નહતું તે અમે કરી બતાવ્યું છે. આવા પગલાના કારણે કોલસા સેક્ટરને મજબૂતી પણ મળી.