ઈંગ્લેન્ડના સંશોધકોનો દાવો છે કે ડેક્સામેથાસોન દવા કોવિડ-19થી પીડિત દર્દીઓમાં મૃત્યુનુ જોખમ ઘટાડે છે. આ દવા સંક્રમણના કારણે થતાં મૃત્યુઆંકમાં એક તૃતીયાંશ ઘટાડો કરી શકે છે.
મળતી માહિતી મુજબ, ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના રિસચર્સે એક ક્લીનિકલ ટ્રાયલના આધાર પર કહ્યું છે કે ડેક્સામેથાસોન નામની દવા કોરોના વાયરસને કારણે ગંભીર રીતે બીમાર લોકોના મોતનું રિસ્ક ઘટાડવામાં મદદ કરી શકે છે. આ એક સસ્તી કૉર્ટિકૉસ્ટિરૉઇડ ગ્રુપની દવા છે, જેનું બ્રિટનના ક્લીનિકલ ટ્રાયલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પરિણામના આધારે સૂચન આપવામાં આવ્યુ છે કે હોસ્પિટલમાં એડમિટ ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવારમાં તેને શામેલ કરવી જોઇએ.
રૉયટર્સના રિપોર્ટ અનુસાર આ ટ્રાયલને લીડ કરી રહેલા ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન લૈંડરેએ કહ્યું, ‘તેના પરિણામ જોઇએ કે જો COVID-19ના દર્દી વેન્ટીલેટર પર છે અથવા ઓક્સીજન પર છે, તો ડેક્સામેથાસોન આપીને જીવન બચાવી શકાય છે અને તેમાં ખર્ચ પણ ઓછો આવશે.’
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની એક ટીમે હોસ્પિટલમાં દાખલ લગભગ 2 હજાર દર્દીઓનું અધ્યયન કર્યુ, જેમને ડેક્સામેથાસોન આપવામાં આવી હતી અને આ ગ્રુપની તુલના 4 હજાર એવા લોકો સાથે કરવામાં આવી હતી, જેમણે દવા આપવામાં આવી નહતી. વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીઓ માટે મોતનું રિસ્ક 40%થી ઘટીને 28% અને ઓક્સીજનની જરૂરતવાળા લોકો માટે મોતનું રિસ્ક 25%થી ઘટીને 20% આવ્યુ હતું.