કોરોના વાયરસની મહામારીના પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. તેવામાં ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીને લઈ વાલીઓમાં રોષ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ,રાજ્યભરમાં ખાનગી શાળાઓ દ્વારા ફી મુદ્દે કરવામાં આવતા દબાણ સામે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં એક સત્રની ફી માફ કરો તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠી છે. ખાનગી શાળાના સંચાલકો ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે. ત્યારે વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
કોરોનાની આ મહામારીમાં એક સત્રની ફી માફ કરો તેવી માંગ ઉઠી છે. જો સરકાર નહિ સાંભળે તો 18મી જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે મળતી માહિતી મુજબ, વાલી મંડળના પ્રતિનિધિ ઓનું કહેવું છે કે માર્ચ મહિના થી શિક્ષણ બંધ છે અને સપ્ટેમ્બર સુધી શિક્ષણ શરૂ થઈ શકે તેમ નથી ત્યારે એક સત્ર એટલે કે 6 મહિનાની ફી સરકારે માફ કરાવવી જોઈએ. એટલું જ નહીં આર્થિક રીતે કફોડી હાલતમાં મુકાયેલા વાલીઓ માટે સરકાર કોઈ ખાસ સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે.
જો સરકાર ન્યાય નહિ આપે તો 18 જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાલીઓની આ માંગને યોગ્ય ગણાવી છે. વાલી મંડળની આ માંગણીઓ સરકાર સામે ઉગ્ર રજુઆત સાથે મુકીશું. એટલુંજ નહિ વાલીઓના આંદોલનને પણ જરૂરી સહકાર આપીશું .