ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે… સૌથી વધુ બનાસકાંઠાના સોની કેન્દ્રનું 97.76 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે કે સૌથી ઓછું ગીર સોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા પરિણામ આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.. વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કરાયુ હતું. અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. તો ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું..
મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે હાલ રાજ્યમાં સ્કૂલો બંધ છે. ત્યારે હાલ શાળા ખાતેથી વિદ્યાર્થીઓને માર્કશીટ કે અન્ય કોઈ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને માત્ર વેબસાઈટના માધ્યમથી પરિણામ જાણવા મળશે. જ્યારે વિદ્યાર્થીઓને માર્કશીટ ટૂંક સમયમાં શાળાઓ પર પહોંચાડી દેવાશે. ત્યારબાદ માર્કશીટ સહિત અન્ય પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને નિશ્ચિત તારીખે શાળા ખાતે બોલાવીને આપવામાં આવશે.