ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 23590 થઈ ગઈ છે.
બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 442 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 29 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1478 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 16333 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 334 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 76, વડોદરામાં 42 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 8 , અરવલ્લી-ભરુચમાં 6-6 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર-મહિસાગર-આણંદ-અમરેલીમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા-સાબરકાંઠા-પાટણ-ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા-રાજકોટ-બોટાદ-પંચમહાલમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે કુલ 5779 એક્ટિવ કેસ છે જે પૈકી 66 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5713 દર્દી સ્ટેબલ છે.