ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 517 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 517 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 23079 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 390 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 33 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1449 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 15891 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 344 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 59, વડોદરામાં 40 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 6 કેસ સામે આવ્યા છે.
આ ઉપરાંત અરવલ્લી-પંચમહાલ-નર્મદામાં 5-5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ-ભરુચમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ-પાટણ-જામનગર-અમરેલીમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આણંદ-બોટાદ-મહિસાગર-ગીર-સોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર અને જુનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે કુલ 5739 એક્ટિવ કેસ છે જે પૈકી 61 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5678 દર્દી સ્ટેબલ છે.