હાલમાં જ્યારે કોવિડ-19 રોગચાળાએ માનવી પર એક અલગ જ અસર કરી છે, ત્યારે સંગીતમાં એ શક્તિ છે કે તે દેશને જોડાયેલો રાખે છે, તેને રૂઝ લાવે છે અને તેમના મૂડમાં સુધારો કરે છે. 25 વર્ષ પહેલા તેની શરૂઆત થઈ ત્યારથી જ બીન-કાલ્પનિક ફ્રેન્ચાઈઝીમાં સા રે ગા મા પાએ સતત સંગીતની મદદથી સામાન્ય લોકોના જીવનને સુધાર્યું છે.
તેમની ગાયકીની પ્રતિભાને દર્શાવવા માટે દેશનુ સૌથી મોટું પ્લેટફોર્મ આપ્યું છે. આના લીધે જ સા રે ગા મા પાએ 2020માં 25 વર્ષના સિમાચિન્હનો માઇલસ્ટોન હાંસિલ કર્યો છે, જેના લીધે ઝી ટીવી તેના નેટવર્કની મજબુતી વધારવા માટે ખરેખર એક અલગ પહેલ લઈને આવ્યું હતું, જેમાં સંગીતની શક્તિ દ્વારા માનવતામાં વધારો કરવામાં મદદ કરી શકાય.આ ઉદ્યોગનું આ પ્રથમ પર્ફોર્મન્સ ‘એક દેશ એક રાગ’ હતું જે 23મી મેના રોજ શરૂ થયેલી એક 25 કલાક લાંબી સંગીતમય મેરેથોન ડિઝીટલ પ્લેફોર્મ પર હતી, જેમાં પ્રસિદ્ધ ગાયકો દ્વારા સમગ્ર ઝીના 10 ફેસબૂક પેજ પર પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતીય પ્રાંતોના સુર, તાલ અને જુસ્સાની વાઇબ્રન્સી જોવા મળી હતી. 25 વર્ષના આ સિમમાચિન્હને એક ગ્રાન્ડ ટેલિવાઈઝ્ડ કર્યો હતો, સાથોસાથ 24મી મેના રોજ ઝી અને ઝી મીડિયાની 23 ચેનલો પર એક હોમ ફંડ રાઈઝિંગ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોના પ્રસિદ્ધ ચહેરાઓ દ્વારા પર્ફોર્મ કરવામાં આવ્યું હતું. ડિઝીટલ પર લાઈવ-અથોન અને ટીવીની સાથેનો કોન્સર્ટનું સંયોજન જે દર્શાવવામાં આવ્યું હતું, તે 45 કલાક લાંબા અલગ જ કન્ટેન્ટનું શૂટિંગ ઘરેથી કરવામમાં આવ્યું હતું, જેમાં 10 અલગ- અલગ ભાષાના 200થી વધુ ગાયકોના 600થી વધુ પર્ફોર્મન્સીસ છે. સંગીતમાં એક અદ્દભુત શક્તિ છે, જેને ‘એક દેશ, એક રાગ’ની સાથે ઘમા દિલોને સ્પર્શ્યું છે, ઉપરાંત સમગ્ર ભારતમાં તે 63.1 મિલિયન લોકો સુધી સંયુક્ત રીતે પહોંચ્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 દિવસના કેમ્પેઇન દ્વારા તે કુલ 165 મિલિયન લોકો સુધી પહોંચ્યું છે.
ઝી ટીવીના ફેસબૂક પેજ પર જ કુલ 58 મિલિયન વપરાશકર્તાઓએ સંયુક્તરીતે પહોંચ્યા હતા. એક દેશ એક રાગની સફળતાએ સંગીતની ફ્રેન્ચાઈઝીના વારસો તથા ભૌગોલિક્તામંથી સંગીતના દિગ્ગજોને એક સાથે લાવવાના પ્રયત્નને આભારી છે, જેમાં પંડિત જસરાજ અને જેઝી બી જેમને યુએસએથી લઇને કેનેડા સુધી પરઅફોર્મન્સ કરેલું છે, તેમાંથી લઇને હરિચરણ અને હિમેશ રેશમિયાથી રાજેશ ક્રિષ્નન વિજયપ્રકાશ તથા દુર્નિબર સાહાએ ભારતમાં ઘણા ભારતને રજૂ કર્યા છે. ‘એક દેશ એક રાગ’એ પરિવારના દરેક સભ્યો માટે કંઈકને કંઈક રજૂ કર્યું છે, જેમાં 6 વર્ષની ઉંમરના સૌથી નાના લિટલ ચેમ્પથી લઇને ઘણી સિઝનના અનુભવી, રોનુ મજુમદાર, વિશ્વ મોહન ભટ્ટ, કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, શાન તથા કવિતા ક્રિષ્નામૂર્તિ સહિતના ઘણા કલાકારોનો સમાવેશ થાય છે.