રાજ્યસભાની સીટો બચાવવા કોંગ્રેસે કવાયત શરુ કરી દીધી છે. તુટતી કોંગ્રેસને બચાવવા અલગ અલગ ઝોનમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના મધ્ય ગુજરાતના ધારાસભ્ય વિલ્ડ વાઈન્ડ રિસોર્ટ પહોંચ્યા હતા.
હાલ ગાંધીનગર પાસેના બંસી રીસોર્ટમાં મધ્ય ગુજરાતના ધારાસભ્યો રોકાયા છે. ત્યારે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ધારાસભ્યો અંબાજી પાસે આવેલ રિસોર્ટમાં એકઠા થયા છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર પોલીસ અને સરકારી મશીનરીની મદદથી કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી ધમકાવી રહી છે.મહત્વનું છે કે, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.
સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી