વિશ્વભરના અનેક દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની હજી સુધી કોઈ દવા કે વેક્સિન શોધાઈ નથી. ત્યારે વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેશર ડૉકટર રાકેશ રાવલ દ્વારા કોરોના વાયરસ માટેની આયુર્વેદ દવા શોધવામાં આવી છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે.
‘આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાની સાથે સાથે આર્યુવેર્દિક દવાઓનો ઉપયોગ પણ વધ્યો છે. જેથી વિશ્વના અનેક દેશો આર્યુવેદની તાકાત સમજ્યા છે. ત્યારે હવે કોરોનાની સારવારમાં વધુ એક દવાનો વધારો થયો છે.
ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરાયું છે. એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઈઝ દવાનો ઉપયોગ કરાશે. મહત્વનું છે કે આ દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.