ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અગાઉ ધારાસભ્યોની ઉથલપાથલ હાલ ચર્ચાનો વિષય બની છે. ત્યારે ચૂંટણીઓના પ્રચારને લઈને પણ પાર્ટીઓ હાલ કોરોના મહામારીને લઈ અસમંજસની સ્થિતિમાં મુકાયેલી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ આગામી દિવસોમાં આવતી ચૂંટણીઓના પ્રચારમાં પરિવર્તન કર્યું છે.
કોરોના મહામારીને પગલે ભારતીય જનતા પાર્ટીએ આવનારા દિવસોમાં આવતી ચૂંટણીઓના પ્રચારમાં પરિવર્તન કર્યું છે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય સ્તરે તેમજ પ્રદેશ એકમ દ્વારા તારીખ 4થી 28 જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવાનો પ્રારંભ કર્યો છે.
વર્ચ્યુઅલ સંપર્કની સાથે સાથે પ્રદેશ ભાજપે આગામી સપ્તાહમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓની ચાર ઝોનમાં ચાર વર્ચ્યુઅલ રેલીનું પણ આયોજન કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં નિયમો સાથે લૉકડાઉન ખુલતાની સાથે હવે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીઓ માટેના ચૂંટણી પ્રચાર માટે કમર કસી લીધી છે.
કોરોના મહામારીના પગલે આવનારા ઘણા મહિનાઓ સુધી મોટી જાહેર સભા કે રેલી કરવી અશક્ય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વર્ચ્યુઅલ રેલી અને જાહેર સભા કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.
11 થી 30 જુન દરમિયાન પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી-સભાઓ યોજવામાં આવશે. કુલ મળીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુનિટે આગામી એક મહિનામાં 500 જેટલી વર્ચ્યુઅલ બેઠક, સભા અને રેલીનું આયોજન કયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય અધ્યક્ષથી લઈ કેન્દ્રય મંત્રીઓએ ગુજરાતની જનતાને સંબોધશે.