અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના અવકાશયાત્રીઓ હવે ચંદ્ર પર જતા પહેલા એક એવા મોડ્યુલમાં રોકાશે, જે તેમને કોઈ હોટલ જેવી ફિલ આપશે. આ મોડ્યુલ ચંદ્રના ઓર્બિટમાં જ રહેશે અને તે તેના ચક્કર પણ લગાવશે.
આ માટે નાસાએ નોર્થરોપ ગ્રૂમાનને 187 મિલિયન ડૉલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે નાસાના આર્ટેમિસ મિશનનો જ હિસ્સો હશે. આ મિશન હેઠળ અમેરિકા 2024 સુધી ચંદ્ર પર પહેલી મહિલા અને એક પુરુષને મોકલશે. ખાસ વાત એ છે કે, આ મોડ્યુલ ચંદ્રના ઓર્બિટમાં જ રહેશે અને તે તેના ચક્કર પણ લગાવશે.
આ માટે નાસાએ નોર્થરોપ ગ્રૂમાનને 187 મિલિયન ડૉલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે નાસાના આર્ટેમિસ મિશનનો જ હિસ્સો હશે. આ મિશન હેઠળ અમેરિકા 2024 સુધી ચંદ્ર પર પહેલી મહિલા અને એક પુરુષને મોકલશે.
1972 પછી પહેલીવાર માણસોને ફરી એકવાર ચંદ્ર પર મોકલવાનો આ પ્રયાસ હશે. ચંદ્રના રસ્તામાં આકાર લેનારા આ ગેટ-વે હેઠળ એક નાના ફ્લેટના કદનું હેબિટેશન એન્ડ લોજિસ્ટિક્સ આઉટપોસ્ટ (HALO-હાલો) બનાવવામાં આવશે, જે ચંદ્રના ચક્કર કાપશે.
હાલો અને ગેટ-વેના પાવર એડ પ્રપોલ્સન એલિમેન્ટને 2023માં લૉન્ચ કરાશે. પૃથ્વીથી અવકાશમાં જનારા અવકાશયાત્રીઓ પહેલા આ ગેટ-વે પર રોકાશે અને પછી ચંદ્ર પર જશે. જોકે, તેનું કદ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)થી નાનું હશે.