જો તમે કોઈ મૂવીનું ટ્રેલર જોઈને તે મૂવી જોવાનું નક્કી કરી લીધું હોય, તો તે ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે તે યાદ રાખવાની હવે જરૂર નહીં પડે. ફેસબુક જ તમને સામેથી તે ફિલ્મ રિલીઝ થયાનું રિમાઈન્ડર આપશે.
તેના માટે ફેસબુકમાં નવાં બે ફીચર ‘મૂવી રિમાઈન્ડર એડ્સ’ અને ‘મૂવી શૉ-ટાઈમ એડ્સ’ લોન્ચ કરવામાં આવ્યાં છે. ‘મૂવી રિમાઈન્ડર એડ્સ‘ તમને કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી આપશે. જો તમે મૂવી એડ્સ જોવામાં રસ ધરાવો છો તો તમારે ‘મૂવી શૉ-ટાઈમ એડ્સ’માં ‘Interested’ બટન ટેપ કરવાનું રહેશે. તેનાથી ફેસબુક તમને નોટિફિકેશન સેન્ડ કરશે.
જો યુઝર કોઈ મૂવી જોવા શૉ ટાઈમની જાણકારી મેળવવા માગે છે તો મૂવી શૉ-ટાઈમ એડ્સ પર આપવામાં આવેલા ‘Get Showtimes’ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી મૂવી ડિટેઈલ્સ પેજ ઓપન થશે. આ પેજ પર ફિલ્મના શૉ-ટાઈમ ઉપરાંત ટિકિટ પણ બુક કરાવી શકાશે.