સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ સુધીના કેમેરા સેન્સર આવે છે. કેટલીક કંપનીઓ 100 મેગાપિક્સલના કેમેરાવાળા સ્માર્ટફોન પણ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ તેનાથી DSLR કેમેરા જેવા ફોટો આવતા નથી. માર્કેટમાં કેટલાક ખાસ પ્રકારનાં ગેજેટ ઉપલબ્ધ છે, જેની મદદથી DSLR કેમેરા જેવું રિઝલ્ટ મેળવી શકાય છે. ફોટોગ્રાફી માટે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો
સ્માર્ટફોનથી કેમેરા એડવેન્ચર કરવા માગો છો તો ફોનના કેમેરા પર લેન્સ લગાવી શકાય છે. ક્લિપ ઓન લેન્સ બધા સ્માર્ટફોન કેમેરા પર લગાવી શકાય છે. તે અનેક પ્રકારના હોય છે.
આપણે આપણા સ્માર્ટફોન કેમેરાના સેટિંગને ઓટોમેટિક મોડ પર રહેવા દઈએ છીએ. એક પ્રયાસ મેન્યુઅલ સેટિંગ્સની દુનિયામાં પ્રવેશવાનો પણ કરવો જોઈએ. સેટિંગ્સને બદલવાથી ડરશો નહીં અને તસવીરોનાં પરિણામ ચેક કરતાં રહો.
કેમેરા એપ્સ તસવીરોને પ્રોફેશનલ ટચ આપે છે. તમારી જરૂરિયાત મુજબ ફિલ્ટર્સના આધારે તેને પસંદ કરી શકાય છે. એક જ એપ પર અટકવાને બદલે નવી એપ્સની શોધ ચાલુ રાખો.
સ્માર્ટફોન કેમેરાની સૌથી મોટી કમજોરી ફ્લેશ લાઈટ છે. તેનાથી ફોટો બગડે છે. સારી લાઇટિંગની વ્યવસ્થા કરો. બારી પરથી પડદા હટાવો અને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો.
અનેક ટ્રાઈપોડ બ્લુટૂથ રિમોટ સાથે આવે છે. ટ્રાઈપોડની મદદથી લીધેલી તસવીરો સ્માર્ટફોનને DSLRની નજીક લઈ જાય છે.