આર્થિક સંકટમાં સપડાયેલી સૌથી જૂની સાયકલ કંપની એટલાસ બંધ થવાના આરે હોવાનું સામે આવ્યું છે. કંપનીએ સાહિબાબાદની ફેક્ટરી બહાર કર્મચારીઓને કંપનીમાં કામ બંધ કરવા માટે નોટિસ લગાવી છે.
કંપનીએ નોટિસમાં પોતાની પાસે આર્થિક સ્ત્રોત ન હોવાનું કારણ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉનની અસરો હવે ધીરે ધીરે સામે આવી રહી છે. સરકાર અનલૉક 1ની જાહેરાત કરી ચૂકી છે. અને તમામ ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી રહી છે.
આ વચ્ચે ગાજિયાબાદથી ખબર આવી છે કે દેશની જાણીતી કંપની એટલસ આર્થિક તંગીના કારણે કારખાના બંધ કર્યા છે. કંપનીનું કહેવું છે કે તેની પાસે હવે કોઇ પૈસા નથી બચ્યા.
કંપનીના કારખાના પ્રબંધકના માધ્યમથી પોતાના કર્મચારીઓ માટે લે ઓફની સૂચના આપી દીધી છે. અને ફેક્ટરની ઓફિસ અને કારખાના પર પર નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંપની ગત લાંબા સમયથી આર્થિક સંકટથી પસાર થઇ રહી હતી. કંપનીએ હાલ તમામ ફંડ પણ ખર્ચ કરી દીધા છે. તેવી સ્થિતિમાં તેની પાસે આવકનો અન્ય કોઇ સ્ત્રોત બચ્યો નથી. દૈનિક ખર્ચા ઉપાડવા માટે પણ હવે તે સક્ષમ નથી.