જંગલમાં રહેતા પ્રાણીઓમાં કદાચ જો કોઈ સૌથી વધુ શક્તિશાળી હોય અને તેમ છતા શાંત અને મિત્રતાભર્યુ હોય તો તે હાથી છે. માણસજાત હાથી જેવા મહાકાય પ્રાણી પાસેથી અનેક કામ કરાવતી આવી છે. હાથીઓ આદિકાળથી માણસો સાથે પોતાનું સહઅસ્તિત્વ ટકાવી રહ્યા છે.
ત્યારે કેરળમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક તોફાની તત્વોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલ અનાનસ ખવડાવી દીધું. ફટાકડા હાથણીના મોઢામાં ફુટયા અને હાથણીના ગર્ભમાં રહેલ બાળક સહિત તેનું મોત થયું છે. આ દુઃખભરી દૂર્ઘટના વન વિભાગના એક અધિકારીએ આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.
થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઇ જતાં લોકોનો ગુસ્સાનો પાર ન રહ્યો. આ મામલો મલપ્પુરમ જિલ્લાનો છે. ગર્ભવતી ભૂખી હાથણી ભોજનની શોધમાં જંગલની બહાર આવી ગઇ હતી.
તે એક ગામમાં ભોજનની શોધ માટે ભટકી રહી હતી. કેટલાંક સ્થાનિક લોકોએ તેની સાથે મજાક કરી અને તેના અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું. ભુખથી બેહાલ હાથણીએ તે અનાનસ ખાઇ લીધુ અને થોડા જ સમયમાં તેના પેટની અંદર ફટાકડા ફુટવા લાગ્યાં. જેમાં હાથણી ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ.
જો કે માહિતી મળ્યાં બાદ રેસ્કયૂ ટીમ હાથણીને લેવા પહોંચી હતી. જો કે થોડા સમયમાં જ તેનું મૃત્યું થયું હતું. રેસ્કયૂ ટીમના વન અધિકારીએ જણાવ્યું કે તેણે બધા પર ભરોસો કર્યો. જ્યારે તેણે પાઇનપેલ ખાધું અને થોડા સમય બાદ તેના પેટમાં તે ફુટવાથી પરેશાન થઇ ગઇ હતી. હાથણી પોતાના માટે નહીં પરંતુ તેની અંદર રહેલા બાળક માટે પરેશાન થઇ હશે, જેને તે આવનારા 18 થી 20 મહિનામાં જન્મ આપવામાં આવી હતી.