ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે.
હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. જે 3 જૂન બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. જો કે વાવાઝોડાંના પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. જેને લઇને નવસારીના 42 અને વલસાડના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 જૂને નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ થઈ શકે છે. તો બીજીબાજુ તંત્ર દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને લઇ NDRFની 14 ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યમાંથી 5 ટીમ મંગાવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝની સલામતી માટે પણ ટીમ તૈનાત કરાશે. દિલ્લી અને પંજાબથી NDRFની ટીમ એરલીફ્ટ કરાશે. જ્યારે વલસાડ, દમણ અને સેલવાસમાં બે-બે ટીમ તૈનાત કરાઈ છે. તો બીજી તરફ નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડામાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે ભાવનગર, જાફરાબાદ, વેરાવળમાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે.