ગુજરાત સહિત અન્ય રાજ્યોની 18 બેઠકો માટેની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બેઠકો ઉપર 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે.
19મી જૂનના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાશે. 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે અને એજ દિવસે પરીણામ પણ આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે.
કોંગ્રેસમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપે અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ઉમેદવારી નોંધાવી છે. દેશમાં જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશની 4, ગુજરાતની 4, રાજસ્થાનની 3, મધ્યપ્રદેશની 3, ઝારખંડની 2, મણિપુર અને મેઘાલયમાં 1-1 બેઠક પર યોજાશે.