કેન્દ્ર સરકારની લોકડાઉન 5ની ગાઈડલાઈન જાહેર થયા બાદ હવે ગુજરાત સરકારે પણ મહત્વની જાહેરાત કરી છે. લોકડાઉન 5 માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં એસટી બસ સેવા શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જોકે 60 ટકા કેપિસિટી સાથે જ બસ સેવા શરુ કરાશે.
કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5ને નવા અનલોક-1 નામથી જાહેરાત કર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની પ્રજાને સંબોધન કર્યું હતું.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ CM રૂપાણીએ કહ્યું સમગ્ર ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, સીટિંગ કેપેસિટી 60 ટકા લાગુ રહેશે. આ સાથે સમગ્ર રાજ્યમાં સીટીબસ સેવા 50 ટકા મુસાફરો સાથે શરૂ કરવામાં આવશે.
તો UNLOCK 1 માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ નહીં, નવા ઝોન કાલે જાહેર કરાશે. જ્યારે ફોર વ્હીલરમાં 1+2 અને ટુવ્હીલર પર હવે 2 લોકો સવાર થઈ શકશે. જ્યારે માસ્ક નહીં પહેરનારે 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે.