આજે મોદી સરકારના મોદી 2.0ના કાર્યકાળનું પ્રથમ વર્ષ પુરુ થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પત્ર લખીને કોરોના વાયરસની વિરુદ્ધમાં દેશની એક્તાને સલામ કરી છે. ભાજપે પ્રથમ વર્ષ પૂર્ણ થતા ઉજવણીનું આયોજન કર્યું છે. દેશમાં 750થી વધુ વર્ચ્યુઅલ રેલી અને 1 હજારથી વધુ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું પણ આયોજન કરાયુ છે.
આમ તો મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના એક વર્ષણાં ઘણી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. મોદી સરકારના ખાતામાં બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને સમાપ્ત કરવો, ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો અને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) બનાવવો સૌથી મોટી સિદ્ધિના રૂપમાં નોંધાયેલ છે.
પીએમ મોદીના નેૃત્વમાં પ્રથમ પાંચ વર્ષોમાં સરકારે ગરીબ જનતાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા નાના-મોટા ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રો માટે લગભગ સવાસો ગરીબ કલ્યાણ યોજનાને શરૂ કરી છે. જેનો સીધો ફાયદો ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રોમાં રહેનાર ગરીબ જનતાને મળ્યો છે.
આ ઉપરાંત 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપે મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે, બંધારણનું ઉલ્લંઘન ન થયા તે રીતે ઝડપથી રામ મંદિરના નિર્માણની સંભાવનાઓની તપાસ કરાશે.
મોદી સરકારના પાછા આવતાની સાથે જ 6 ઓગસ્ટે અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ થઈ ગઈ હતી. 40 દિવસ ચાલેલી સુનાવણી બાદ નિર્ણય પણ આવી ગયો હતો. 134 વર્ષ જૂનો મામલો જે ગુંચવાતો જઈ રહ્યો હતો, તેનો 40 દિવસની સુનાવણીમાં નિવેડો આવી ગયો હતો અને 9 નવેમ્બર 2019એ સુપ્રીમે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન રામ મંદિર નિર્માણ માટે આપી હતી. આ નિર્ણય આવતા જ તેને મોદી સરકારની મોટી સિદ્ધિ સાથે જોડવામાં આવ્યો હતો.