ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેને લઈ રાજ્યમાં સ્થિતિ વધુ વિકટ બની છે.
રાજ્યમાં 24 કલાકમાં 372 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 15944 થઈ છે. જ્યારે 24 કલાકમાં વધુ 608 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે જ રાજ્યમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલ લોકોની સંખ્યા 980 થઈ છે. તો અત્યાર સુધી કુલ 8609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 253 કેસ સામે આવ્યા છે.
જ્યારે સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણા-છોટાઉદેપુરમાં 7-7 કેસ નોંધાયા છે. બનાસકાંઠા-રાજકોટ-અરવલ્લી-પંચમહાલ-મહિસાગર-ખેડા-ભરુચ-સાબરકાંઠા-વલસાડ તેમજ સુરેન્દ્રનગર-જુનાગઢમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં 31 મેના રોજ લોકડાઉન 4 સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે કોરોનાના કેસો સતત વધતા હોવાથી સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવે છે કે નહીં તે જોવુ રહ્યું.