ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ કેસ 11 હજારને પાર પહોંચી ચુક્યા છે.
જોકે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં વધુ 22 દર્દીના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલ લોકોની સંખ્યા 960 થઈ છે. જ્યારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 15572 થઈ છે. તો 24 કલાકમાં 454 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 247 કેસ સામે આવ્યા છે. જ્ચારે સુરતમાં 44, વડોદરામાં 33, મહિસાગરમાં 8, કચ્છ-રાજકોટમાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 4 કેસ સામે આવ્યા છે. જ્યારે જુનાગઢ-મહેસાણા-મોરબી-સુરેન્દ્રનગર-પાટણ-નવસારી-છોટાઉદેપુર-ગીરસોમનાથમાં 1-1 કેસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્યમાં કુલ 8001 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.