દારુબંધી પર રાજ્ય સરકારને ઘેર્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યંમત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસપી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા..
જ્યાં તેમણે દર્દીઓના સગા-સંબંધીઓ-હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને મળ્યા હતા અને તેમની કેટલીક સમસ્યાઓને સાંભળીને તેનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારને રજુઆત કરવાની ખાતરી આપી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ આજે ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓ દર્દીઓના સગાં વ્હાલા, તેમજ મહામારી વચ્ચે પણ સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ 4 ના કર્મચારીઓને મળ્યા હતા.
શંકરસિંહ વાઘેલાએ કોરોના વોરિયર્સની સેવાઓને બિરદાવી હતી. તેમજ રાજ્ય સરકાર સુધી જરૂરી સૂચનો પહોંચાડવાની હૈયાધારણા આપી હતી. આ ઉપરાંત તેમણે લોકડાઉનમાં ખડેપગે સેવાઓ આપનાર પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા અને તેમની સેવાને બિરદાવી હતી.