કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલી દુનિયા જલદીથી જલદી તેનો ઇલાજ શોધાય તેની રાહ જોઇ રહી છે. રિસર્ચ પર અબજો ડૉલર ખર્ચ કરવામાં આવી રહ્યા છે જેથી લાખો જિંદગીઓ બચાવી શકાય. જે પ્રકારે કોવિડ-19એ લાશોનાં ઢગલા કરી દીધા જેને જોઇને મહાશક્તિઓ પણ ડરી ગઈ છે. કોરોનાની વેક્સિન શોધાઈ જાય, દેશો કોઇપણ કિંમત આપવા માટે તૈયાર છે. દરેક દેશ આ જ પ્રયત્નમાં લાગ્યો છે કે વેક્સિન બનતા જ સૌથી પહેલા તેને મળે, પરંતુ આ આટલું સરળ નથી.
જે દેશ વેક્સિન બનાવી લેશે તે બની જશે સૌથી શક્તિશાળી!
એક વાયરસની વેક્સિન માટે અનેક ટ્રિલિયન ડૉલર્સની રકમ આપવામાં આવી ચુકી છે. સાયન્ટિસ્ટ જલદીથી જલદી વેક્સિન તૈયાર કરવામાં લાગ્યા છે. અનુમાન એક વર્ષથી લઇને દોઢ વર્ષનું છે. સાયન્ટિસ્ટનાં સફળ થતા જ વેક્સિન પર જેનો કંટ્રોલ હશે તેની ગ્લોબલ પોઝિશન ઘણી જ શક્તિશાળી થઈ જશે. વેક્સિન શોધવાની આ રેસમાં જે સૌથી પ્રથમ આવશે તે સૌથી પહેલા પોતાના નાગિરકોને બચાવશે. વિકસિત દેશોએ અનેક રિસર્ચ કંપનીઓ સાથે એક્સક્લૂઝિવ ડીલ કરી છે જેથી વેક્સિન ડેવલપ થવા પર તેમને મળે. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો વેક્સિન માટે પાણીની માફક પૈસા વાપરી રહ્યા છે.
ગરીબ દેશો સુધી વેક્સિન પહોંચતા લાગશે ઘણો સમય
જે પણ દેશ પહેલા વેક્સિન મેળવશે તે પ્રયત્ન કરશે કે આગળ આઉટબ્રેક્સને પહોંચી વળવા માટે એક રિઝર્વ તૈયાર કરવામાં આવે. શક્ય છે કે વેક્સિનનું એક્સપોર્ટ પ્રતિબંધિત રહે. એક સફળ વેક્સિન બન્યા પછી પણ તે બીજા દેશો સુધી પહોંચે તેમાં ઘણા વર્ષો લાગશે. કોરોના વેક્સિનનો મુદ્દો એવો છે કે ઇકોનોમિક્સ અને પૉલિટિક્સની વચ્ચે હેલ્થ ફસાયલી છે. કોઈ અમીર દેશ પોતાના પ્રભાવ અને પૈસાનાં ઉપયોગથી વેક્સિન જદી મેળવી લેશે. ગરીબ દેશો સુધી વેક્સિન પહોંચવામાં સમય લાગશે, કેમકે તેમની મદદ ત્યારે જ કરવામાં આવશે જ્યારે પોતાના નાગરિકો સુરક્ષિત થઈ ગયા હશે.
ભારતમાં 14 વેક્સિનનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, 4 એડવાન્સ સ્ટેજમાં
ભારત સરકાર જલદીથી જલદી પોતાના નાગરિકોને વેક્સિન અપાવવા ઇચ્છે છે. દેશમાં 14 વેક્સિનનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે જેમાંથી 4 એડવાન્સ સ્ટેજમાં જવા માટે તૈયાર છે. સરકારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટ સાથે સતત સંપર્ક બનાવેલો રાખ્યો છે, જેથી વેક્સિન બનવા પર તે મેળવી શકાય. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીની સચિવ રેણુ સ્વરૂપનાં પ્રમાણે સરકાર કોઇપણ કારગર વેક્સિનને દરેક મોરચે જલદીથી જલદી પરવાનગી આપશે.
દુનિયાભરની વેક્સિનનાં 60 ટકા પ્રોડ્યુસ ભારત કરે છે
ભારત પોતાના મેન્યુફેક્ચરિંગનાં દમ પર વેક્સિનનું મોટું દાવેદાર છે. આપણે દુનિયાભરની વેક્સિનનાં 60 ટકા પ્રોડ્યુસ કરીએ છીએ. યૂનાઇટેડ નેશન્સને જનારી 60-80 ટકા વેક્સિન ‘મેડ ઇન ઇન્ડિયા’ હોય છે. દુનિયાનાં અનેક દેશો ભારતનાં સંપર્કમાં છે. જો કોરોનાની વેક્સિન બની જાય છે તો લોકો સુધી તેને પહોંચાડવા માટે મોટા પ્રમાણમાં પ્રોડક્શનની જરૂર હોય છે. ભારત પાસે પહેલાથી જ શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આવામાં આ રસ્તે વેક્સિન ભારત આવી શકે છે.