ભરૂચ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રની જંબુસર મામલતદાર દ્વારા મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી હતી. હાલ કોરોના વાયરસને કારણે કોરોનાનો ફેલાવો અટકે તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય સ્ટાફ નિયમિત હાજર રહે, તે હેતુથી આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યારે મામલતદાર બી.એ.રોહિતની આકસ્મિક મુલાકાતને પગલે અધિક્ષક ડોક્ટર એ.એ.લોહાણી સહિત સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો.
સરકારની સૂચના અનુસાર ડોક્ટરે ફરજનું સ્થળ છોડવાનું નથી, તેમ છતાં રેફરલ હોસ્પિટલ અધિક્ષક વડોદરા જતા રહ્યા હતા અને સમયસર હાજર રહેતા ન હોવાની લોક બૂમ ઉઠવા પામી હતી. તેવામાં મામલતદાર જંબુસરની આકસ્મિક મુલાકાતથી સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો. રેફરલની મુલાકાતમાં મામલતદાર દ્વારા જંબુસર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર તથા સ્ટાફને સમયસર હાજર રહેવા તથા દવા લેવા આવેલા દર્દીઓને ડિસ્ટન્સ જાળવવાની સુચનાઓ આપવામાં આવી હતી.