ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વિશ્વભરમાં વધી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોના સંકટ વચ્ચે લેવામાં આવેલા પગલાઓને લઈ વિશ્વમાં ભારતનું માન વધ્યુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 35 સભ્યોની એક્ઝીક્યૂટિવ બોર્ડના આગામી ચેરમેન ચૂંટાયા છે. હર્ષવર્ધન 22 મેના રોજ નવી જવાબદારી સંભાળશે.
તે જાપાનના ડૉ. હિરોકી નકતાનીનું સ્થાન લેશે. સુત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે ભારત તરફથી દાખલ ડૉ. હર્ષવર્ધનના નામ પર 94 દેશોની હેલ્થ એસમ્બલીમાં નિર્વિરોધ નિર્ણય લેવાયો હતો.
આ પહેલા WHOના સાઉથ-ઇસ્ટ એશિયા ગ્રુપમાં ત્રણ વર્ષ માટે ભારતને બોર્ડ મેબ્સર્સમાં સામેલ કરવા પર સહમતિ સધાઈ હતી.. આપને જણાવી દઈએ કે, ડૉ. હર્ષવર્ધન મૂળે દિલ્હીના રહેવાસી છે. તેઓએ એન્ગ્લો સંસ્કૃત વિક્ટોરિયા જ્યૂબિલી સીનિયર સેકન્ડરી સ્કૂલ, દરિયાગંજથી 1971માં પોતાની સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. MBBS, MS, ડૉ. હર્ષવર્ધન વ્યવસાયે નાક, કાન અને ગળાન રોગોના ડૉક્ટર છે.